Bhupendra Patel 

Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)

Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.


Bhupendra Patel

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ આજે અમદાવાદ ખાતે રાજ્યની કાયદો-વ્યવસ્થા, બોર્ડર સિક્યોરિટી અને નાગરિક સુરક્ષા સંબંધિત બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં તેમણે 2029 સુધીમાં 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા ડ્રગ્સ વિરુદ્ધ સઘન ડ્રાઇવ અને 1933 કંટ્રોલ રૂમના વ્યાપ સહિત કડક એક્શન પ્લાન પર ભાર મૂકીને જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા.

સાથે જ સીમાવર્તી અને તટીય સુરક્ષા, ઘૂસણખોરી નિયંત્રણ, 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' તથા શહેરી પૂર નિવારણ અને આપદા વ્યવસ્થાપનની સજ્જતાની પણ તેઓએ સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત, સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સામે 'મિશન પ્રબોધ' અને 1930 હેલ્પલાઇનનું સુદૃઢીકરણ તેમજ વિવિધ પ્રકલ્પો થકી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ ઝડપી બનાવવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.

રાજ્યમાં શાંતિ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકાર કટિબદ્ધ છે.

1 hour ago | [YT] | 13

Bhupendra Patel

ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા, 'ભારત રત્ન' ડૉ. સી. વી. રામનની જન્મજયંતી પર સાદર સ્મરણાંજલિ.

'રામન ઈફેક્ટ'ની શોધ દ્વારા તેમણે વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ભારતને આગવી ઓળખ અપાવી. તેમનું જીવન યુવા પેઢીમાં વિજ્ઞાન, સંશોધન અને ઇનોવેશન પ્રત્યે જિજ્ઞાસા જગાવવામાં સદૈવ પ્રેરક બની રહેશે.

11 hours ago | [YT] | 57

Bhupendra Patel

સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણના પ્રતીક સમાન ધનતેરસના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

માઁ લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની કૃપા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને વૈભવ લાવે તેવી પ્રાર્થના.

1 day ago | [YT] | 99

Bhupendra Patel

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં થશે એક સપ્તાહની ઉજવણી..

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી વર્ષ 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી - 15 નવેમ્બરને દેશભરમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ગૌરવપૂર્ણ પરંપરાને આગળ વધારતાં આ વર્ષે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન એક સપ્તાહ સુધી રાજ્યવ્યાપી ઉજવણી થશે.

આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ ઉજવણીના આયોજનની વિગતવાર સમીક્ષા કરી અને સંબંધિત વિભાગોને પરસ્પર સંકલનથી તેને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું.

1 day ago | [YT] | 72

Bhupendra Patel

આજે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ શ્રી કાંચી કામકોટિ પીઠમના 70મા પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદ્‌ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

પૂજ્ય શંકરાચાર્યજીના સાનિધ્યમાં આયોજિત પૂર્ણાહુતિ હવનમાં સહભાગી થવાનો દિવ્ય અવસર મળ્યો. યજ્ઞશાળા મંડપમમાં પૂજ્ય શંકરાચાર્યજી સાથે સંવાદ અત્યંત પ્રેરક રહ્યો.

સનાતન પરંપરા અને વૈદિક સંસ્કૃતિના સંવર્ધન માટે કાંચી કામકોટિ પીઠમનું યોગદાન ઘણું મહત્ત્વનું છે. પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ દેશની અમૃતમય પ્રગતિના કારક બને તેવી પ્રાર્થના.

2 days ago | [YT] | 131

Bhupendra Patel

A capable, skilled, and future-ready young generation forms the bedrock of a Viksit Gujarat.

Addressed the valedictory session of the 'Viksit Gujarat 2047: Higher Education for Future Workforce Readiness' conference organized by GRIT and the Department of Higher Education in Ahmedabad.

3 days ago | [YT] | 92

Bhupendra Patel

વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલના વલસાડ સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી.

4 days ago | [YT] | 103

Bhupendra Patel

દીપાવલીના મંગલ પર્વ પૂર્વે રાજ્યના યુવાધનના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ ક્ષેત્રના ઉત્કર્ષ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વનો રહેશે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં પારદર્શક પદ્ધતિથી પસંદગી પામેલા 8,000 થી વધુ નવનિયુક્ત વિદ્યાસહાયકોને આજે ભલામણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સૌ યુવાઓ સાથે સંવાદ સાધી તેમને શુભકામના પાઠવી.

5 days ago | [YT] | 121

Bhupendra Patel

ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સના ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાવા બદલ વરિષ્ઠ સહકારી આગેવાન, IFFCO ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી તેમને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી.

શ્રી દિલીપભાઈની અમરેલીના નાના એવા ગામથી શરૂ થયેલી જાહેરજીવન અને સહકાર ક્ષેત્રની સફર આજે વિશ્વમંચ સુધી પહોંચી છે.

'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પ સાથે સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમજ ખેડૂતો, પશુપાલકો અને સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટેનું તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે.

તેઓની આ સફળતા સમગ્ર ગુજરાત અને દેશના સહકારી ક્ષેત્ર માટે અત્યંત ગૌરવરૂપ છે. ઇશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને કર્મપથ પર યશસ્વી સફળતા અર્પે તેવી મંગલકામના.

5 days ago | [YT] | 87

Bhupendra Patel

પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અદ્યતન 'પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલ'નું લોકાર્પણ કર્યું.

આ હોસ્પિટલ કાર્યરત થવાથી પાટણ તથા સમગ્ર ઉત્તર ગુજરાતના કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર હવે ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે.

આ આરોગ્ય યજ્ઞમાં સહભાગી થનાર સૌ દાતાઓ અને ટ્રસ્ટીશ્રીઓની સેવાભાવનાને બિરદાવી, ઉપસ્થિત નાગરિકોને સંતુલિત જીવનશૈલી, યોગ તથા 'એક પેડ મા કે નામ' અને 'કેચ ધ રેન' અભિયાનમાં જોડાઈને 'વિકસિત ભારત @ ૨૦૪૭'ના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો.

5 days ago | [YT] | 44