Bhupendra Patel 

Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)

Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.


Bhupendra Patel

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેરજીવનના સેવાકાળથી પ્રેરિત થઈને સેવા સંકલ્પ અભિયાન શરૂ થયું છે, જે અંતર્ગત આજે આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈને પક્ષના સાથીઓની જોડે વૃક્ષારોપણ કર્યું, અને પ્રકૃતિ સંરક્ષણ માટેનો સંકલ્પ દોહરાવ્યો.

#SevaSankalpAbhiyan

1 day ago | [YT] | 127

Bhupendra Patel

આદિજાતિ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની નવી શરૂઆત...

રાજપીપળા ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં સાથી મંત્રીશ્રીઓ અને વિદ્યાર્થીઓ સાથે સહભાગી થવાનો અવસર હર્ષપૂર્ણ રહ્યો.

આજે ડિગ્રી મેળવી સમાજજીવનમાં પદાર્પણ કરી રહેલા સૌ વિદ્યાર્થીઓને શુભકામના.

યુવા સાથીઓને અનુરોધ કરું છું કે, અભ્યાસમાં ભલે આધુનિકતા અપનાવો, પરંતુ આપણી મૂળ સંસ્કૃતિ અને આદર્શો સાથે હંમેશાં જોડાયેલા રહેજો.

યુવાઓ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી સમાજનું ઋણ ચૂકવે તથા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપે તેવું આહ્વાન આ અવસરે કર્યું.

1 day ago | [YT] | 97

Bhupendra Patel

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાળ નિમિત્તે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લીધી.

બંદીવાનો પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ભજન સાંભળીને ઘણો આનંદ થયો. તેમની સાથે સંવાદ કરી ભજનના મૂલ્યો જીવનમાં આત્મસાત કરવા સૌને પ્રેરિત કર્યા.

અહીં ગાંધી યાર્ડ ખાતે પૂજ્ય બાપુને સૂતરની આંટી અર્પણ કરી.

#SevaSankalpAbhiyan

2 days ago | [YT] | 116

Bhupendra Patel

યુવાનોને જ્ઞાન અને ઇનોવેશન માટે પ્રેરિત કરતા બે અનોખા અભિયાનો 'ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)' અને 'સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ'નો સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.

G3Q 2026 ના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકો સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર બની સ્પર્ધાત્મક ઉત્સાહ સાથે જ્ઞાન મેળવશે.

ઉપરાંત, સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ દ્વારા આપણા યુવા ઇનોવેટર્સ વહીવટીતંત્ર અને ઉદ્યોગોના વાસ્તવિક પડકારોના ક્રાંતિકારી ટેક્નોલોજીકલ ઉકેલ શોધી સમાજ નિર્માણમાં યોગદાન આપશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થવા જઈ રહ્યા છે.

તે અન્વયે ચાલનારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ જનસેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બની સેવાના આ મહાયજ્ઞમાં જોડાવા માટે સૌને આહ્વાન કર્યું.

#SevaSankalpAbhiyan

3 days ago | [YT] | 135

Bhupendra Patel

આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખાતે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજીના પાવન ધામમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે મહાઆરતીમાં સહભાગી થઈ દર્શન-પૂજન કર્યા.

પ્રભુ જગન્નાથજીના ચરણોમાં મોદીજીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અવિરત રાષ્ટ્રસેવા માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી.

આજના પાવન દિવસથી રાજ્યભરમાં શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ થકી લોકસેવાના કાર્યો ઊર્જાભેર આગળ વધે તેમજ સમસ્ત દેશવાસીઓનું જીવન સુખમય, સમૃદ્ધ અને નિરોગી રહે તેવી મંગલકામના કરી.

જય જગન્નાથ! 🙏

#SevaSankalpAbhiyan
#AshirwadKaDiya
#HappyBdayPMModi

4 days ago | [YT] | 170

Bhupendra Patel

એક દીવો આશીર્વાદનો..

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ તેમના જનસેવાથી રાષ્ટ્રસેવાનાં ૨૫ ગૌરવવંતા વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આયોજિત 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જી સાથે સહભાગી થવાનો અવસર ખૂબ ઊર્જાપૂર્ણ બની રહ્યો.

આ અવસરે પ્રજ્વલિત કરાયેલા સવા લાખ દીવડાઓના દિવ્ય પ્રકાશથી સમગ્ર કાંકરિયા પરિસર ઝગમગી ઉઠ્યું હતું.

ઉપસ્થિત વિશાળ જનમેદની સાથે મળીને મા ભારતીની આરતી ઉતારી અને 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ તેમજ રાષ્ટ્રની નિરંતર પ્રગતિ માટે મંગલ કામના કરી.

#SevaSankalpAbhiyan
#AshirwadKaDiya
#HappyBdayPMModi

4 days ago | [YT] | 119

Bhupendra Patel

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૬માં જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે આયોજિત ‘આશીર્વાદનો દીવો’ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જગતજનની માઁ ઉમિયાની મહાઆરતી પૂજનમાં સહભાગી થવાનો અવસર ખૂબ આનંદ અને આસ્થાસભર રહ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની સાથે મળી ૭૬,૦૦૦ દિવડાઓ પ્રજ્વલિત કરી આદરણીય વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે માઁ ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી.

આવો, આપણે સૌ આજે સાંજે ૭:૦૦ વાગ્યે આપણા ઘરે દીવો પ્રજ્વલિત કરી આદરણીય વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ માટે મંગલકામના કરીએ.

#SevaSankalpAbhiyan
#AshirwadKaDiya
#HappyBdayPMModi

4 days ago | [YT] | 161

Bhupendra Patel

ભારત માતાની સેવામાં ક્ષણ-ક્ષણ સમર્પિત કરનાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું.

વડનગરની પાવન ભૂમિથી લઈને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સુકાની બનવા સુધીની આપની જીવનયાત્રા અથાક પરિશ્રમ, અડગ સંકલ્પ અને રાષ્ટ્રપ્રેમની જીવંત મિસાલ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાથી લઈને દેશના વડાપ્રધાન સુધી… છેલ્લા 25 વર્ષથી જનપ્રતિનિધિ તરીકેની આપની અવિરત સેવાયાત્રા સુશાસન, જનકલ્યાણ અને વિકાસનો સુવર્ણ અધ્યાય બની રહી છે.

આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. એક તરફ ભવ્ય સાંસ્કૃતિક પુનરુત્થાન અને બીજી તરફ ડિજિટલ ક્રાંતિ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા થકી ભારતે વૈશ્વિક મંચ પર પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે.

ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિકાસના કેન્દ્રબિંદુમાં રાખી આપે ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને જન-જનનો સંકલ્પ બનાવ્યો છે.

ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા અવિરત ઊર્જા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરું છું.

#HappyBdayPMModi

4 days ago | [YT] | 205

Bhupendra Patel

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 76મા જન્મદિન તથા રાષ્ટ્રસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'ની શરૂઆત થઈ રહી છે. આ પાવન પર્વની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે સીતાવન ગીર ગૌશાળા દ્વારા આયોજિત ગૌદાન અને નારી સશક્તિકરણના અનોખા સેવા યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

ગૌમાતા એ આપણી સનાતન સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના જીવદયા અને અંત્યોદયના વિચારને સાર્થક કરતા આ કાર્યક્રમમાં 76 જરૂરિયાતમંદ અને આદિવાસી બહેનોને 76 ગીર ગાયો અર્પણ કરવામાં આવી.

આ માત્ર ગૌદાન નથી, પરંતુ છેવાડાની નારીશક્તિને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું એક અત્યંત સરાહનીય અને પવિત્ર કદમ છે.

છેવાડાના માનવીનો વિકાસ અને રોજગારી એ જ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નો સાચો માર્ગ છે. આ સેવાકીય કાર્ય સાથે સંકળાયેલ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

5 days ago | [YT] | 159

Bhupendra Patel

વિઘ્નહર્તા, રિદ્ધિ-સિદ્ધિના દાતા અને સુખકર્તા ભગવાન શ્રી ગણેશજીના આગમનના પાવન ઉત્સવ 'ગણેશ ચતુર્થી' નિમિત્તે સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન ગણેશજી આપ સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે તથા સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દીર્ઘાયુનું વરદાન અર્પે તેવી પ્રાર્થના.

1 week ago | [YT] | 221