મેળવો તમામ અપડેટ જી કે ટી વી ના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી આ યુ ટૂબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો રાજકમલસિંહ પરમાર બ્યુરો ઓફિસ હિંમતનગર સાબરકાંઠા 9714403435
*ગાંધી જયંતી નિમિત્તે હિંમતનગર ખાતે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી*
*મંત્રીશ્રી સહિત વિવિધ મહાનુભાવોએ મોતીપુરા વિસ્તાર અને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે શ્રમદાન કર્યું*
સાબરકાંઠા જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ.પ્રધુમન વાજા ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક દિવસ , એક કલાક,એક સાથે’ના સંકલ્પ સાથે હિંમતનગરના મોતીપુરા વિસ્તાર તેમજ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મોતીપુરા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી. ત્યારબાદ મંત્રીશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું હતું.
આ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘જય જવાન, જય કિસાન’ અને ‘મહાત્મા ગાંધી અમર રહો’ જેવા પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના રાષ્ટ્રસેવા, સત્ય, અહિંસા, સાદગી અને સ્વચ્છતાના આદર્શોને યાદ કર્યા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સાદગીના સંદેશને જીવનમાં ઉતારનાર ગાંધીજીના વિચારો આજે પણ સૌને પ્રેરણા આપે છે. આ સાથે દેશના પૂર્વ વડાપ્રધાન અને સાદગી, નિષ્ઠા તથા રાષ્ટ્રસેવાના પ્રતીક એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પણ ઉજવવામાં આવે છે. બંને મહાનુભાવોના આદર્શો દેશવાસીઓને રાષ્ટ્રનિર્માણ, સ્વચ્છતા અને જવાબદારીની ભાવના સાથે આગળ વધવા પ્રેરિત કરે છે.
મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાએ સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સ્વચ્છતા જાળવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*તલોદના છત્રીસા ગામ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ* ***
સાબરકાંઠા જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી શ્રમદાન કાર્યક્રમના ભાગરૂપે તલોદ તાલુકાના છત્રીસા ગામ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત સૌએ જાહેર સ્થળોએ સ્વચ્છતા કામગીરી કરી શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં સ્વચ્છતા કરાયેલા સ્થળે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કર્મીઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ સ્વચ્છ અને સ્વસ્થ ગામના નિર્માણનો સંદેશ આપ્યો હતો. ***
સાબરકાંઠા: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ રોડ પર આવેલા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે **‘વિરા સ્પા’**માં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્પા-મસાજની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીની ખરાઈ કર્યા બાદ AHTU ટીમે ડમી ગ્રાહક મોકલી પંચોની હાજરીમાં કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન સ્પામાં મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂ.1,000 એન્ટ્રી ફી તથા શરીરસુખ માટે રૂ.2,000થી રૂ.3,000 સુધીની વધારાની રકમ લેવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.3,000 રોકડ અને બે મોબાઇલ ફોન, કુલ રૂ.13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, સ્પા સંચાલક બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવતો હતો. કાર્યવાહી દરમિયાન ત્રણ યુવતીઓને દેહવ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી.
આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ, 1956ની કલમ 3(1)(2), 4 અને 5(1)(A)(D) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંબિકા માતાજીના મંદિરમાં ભાદરવી પુનમનો મેળો પૂર્ણ,આજે પ્રક્ષાલન વિધિ શરુ,આજે નવ કલાક મંદિર બંધ,સાંજે 5 વાગ્યા બાદ દર્શન શરુ થશે
સાબરકાંઠા જીલ્લાના નાના અંબાજી એટલે ખેડબ્રહ્મા જ્યાં ભાદરવી પુનમનો મેળો યોજાયો હતો ત્યારબાદ નવરાત્રી પૂર્વે મંદિરમાં આજે સવારથી પ્રક્ષાલન વિધિ શરુ કરવામાં આવી છે.સાંજે 5 વાગ્યા સુધી ચાલશે જેને લઈને સવારે 8 થી સાંજના 5 કલાક સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે, આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ભાદરવી પુનમનો મેળો પૂર્ણ થયા બાદ ગુરુવારે સવારે 8 વાગ્યાથી મંદિર પરિસર અને ગર્ભ ગૃહમાં બ્રાહ્મણો ધ્વારા મંત્રોચ્ચાર સાથે પ્રક્ષાલન વિધિ શરુ થઇ હતી જે વિધિ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.જેને લઈને નવ કલાક મંદિર બંધ રહેશે અને પ્રક્ષાલન વિધિ ચાલશે.સાંજે 5 થી 9 સુધી ભક્તો માટે માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.ત્યારે આવતીકાલથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબનો રહેશે.
જલારામ પાઇપ ફેક્ટરીમાં ચોરીનો ભેદ ઉકેલાયો,હિંમતનગર ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીને રૂ.1.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં આવેલા વાસણા (દાવડ) ગામની જલારામ પાઇપ નામની સિમેન્ટ પાઇપ બનાવતી ફેક્ટરીમાંથી લોખંડની રીંગોની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની નાની-મોટી કુલ 24 લોખંડની રીંગો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા મળી કુલ રૂ.1.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ગાંધીનગર વિભાગના ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ હિંમતનગર વિભાગના ડીવાયએસપી એ.કે. પટેલના માર્ગદર્શન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એસ.એમ.સોલંકી અને ટીમ ઇલોલ-દાવડ રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમીના આધારે પીળા રંગની હૂડવાળી સીએનજી રિક્ષા નં. GJ-27-W-2291ને રોકી તપાસ કરવામાં આવી હતી. રિક્ષામાં ત્રણ ઇસમો સવાર હતા અને પાછળના ભાગે લોખંડની રીંગો ભરેલી મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં ત્રણેયે પોતાના નામ પ્રવિણભાઈ કોદરભાઈ વાઘરી (ઉં.વ.55), વિજયભાઈ મુકેશભાઈ વાઘરી (ઉં.વ.30) અને ભાવેશભાઈ પ્રવિણભાઈ વાઘરી (ઉં.વ.20), ત્રણેય રહે. દાવડ, તા. ઇડર, હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ચાર દિવસ અગાઉ વાસણા (દાવડ) ગામની જલારામ પાઇપ ફેક્ટરીમાં જઈ ત્યાં કામ કરતા પોતાના પરિચિત અંકિત ઉર્ફે બળવંત સાથે મળી તા.23 અને 24 સપ્ટેમ્બરની રાત્રે લોખંડની રીંગોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે રિક્ષામાંથી 14 રીંગો તથા આરોપીઓના ઘર પાછળની બાવળની ઝાડીઓમાંથી વધુ 10 રીંગો મળી કુલ 24 નાની-મોટી લોખંડની રીંગો, જેની કિંમત રૂ.1,36,000 છે, કબજે કરી હતી. ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા, કિંમત રૂ.30,000, પણ કબજે કરવામાં આવી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે કુલ રૂ.1,66,000ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીમાં સંડોવાયેલા અન્ય ફરાર અંકિત ઉર્ફે બળવંતને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કિફાયતનગર પ્રાથમિક શાળામાં તિથિભોજનનું આયોજન કિફાયતનગર પ્રાથમિક શાળામાં SMC અધ્યક્ષ મનસુરી ઇમરાનભાઈ કાસમભાઈ દ્વારા તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ બાળકોને મીઠાઈ, પૂરી અને શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહભેર ભોજનનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સેવાભાવી રફીકભાઈ મનસુરી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય કાર્ય બદલ આચાર્ય નાયક રાજેશકુમાર તથા સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા SMC અધ્યક્ષનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. #કિફાયતનગર#પ્રાથમિકશાળા#તિથિભોજન#SMC#સેવાકીયકાર્ય#શિક્ષણ#વિદ્યાર્થીઓ#સામાજિકસેવા

સાબરકાંઠા | ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા શહેરમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે આતંક મચાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સે રાત્રિના અંધકારનો લાભ લઈ રસ્તા પર પાર્ક કરાયેલા નાના-મોટા 15થી 17 જેટલા વાહનોના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વિનોદકુમાર જશુભાઈ ઠાકોર, જીગ્નેશકુમાર ભાવસાર, હરેશકુમાર રામી સહિત અન્ય વાહન માલિકોના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સવારે વાહન માલિકો અને સ્થાનિક રહીશો જાગ્યા ત્યારે વાહનોના કાચ તૂટેલી હાલતમાં જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે રોષનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે વાહનોના કાચ તોડનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે વિધાનસભા મતવિસ્તારના તલોદ તાલુકાના દોલતાવાદ ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું અને ગ્રામજનો સાથે સંવાદ સાધવામાં આવ્યો.સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે,સરળતાથી,સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.આ કાર્યક્રમો દ્વારા એક જ સ્થળે માર્ગદર્શન અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે..
‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય હેતુ સેવાભાવ, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પ સાથે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો જનતા અને સરકાર વચ્ચેના સેતુ તરીકે કાર્ય કરીને નાગરિકોની જરૂરિયાતોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
GK TV News Gujarati
*સ્વચ્છતા હી સેવા: એક દિવસ , એક કલાક,એક સાથે*
*ગાંધી જયંતી નિમિત્તે હિંમતનગર ખાતે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી*
*મંત્રીશ્રી સહિત વિવિધ મહાનુભાવોએ મોતીપુરા વિસ્તાર અને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે શ્રમદાન કર્યું*
સાબરકાંઠા જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ.પ્રધુમન વાજા ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક દિવસ , એક કલાક,એક સાથે’ના સંકલ્પ સાથે હિંમતનગરના મોતીપુરા વિસ્તાર તેમજ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મોતીપુરા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી. ત્યારબાદ મંત્રીશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું હતું.
આ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘જય જવાન, જય કિસાન’ અને ‘મહાત્મા ગાંધી અમર રહો’ જેવા પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના રાષ્ટ્રસેવા, સત્ય, અહિંસા, સાદગી અને સ્વચ્છતાના આદર્શોને યાદ કર્યા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સાદગીના સંદેશને જીવનમાં ઉતારનાર ગાંધીજીના વિચારો આજે પણ સૌને પ્રેરણા આપે છે. આ સાથે દેશના પૂર્વ વડાપ્રધાન અને સાદગી, નિષ્ઠા તથા રાષ્ટ્રસેવાના પ્રતીક એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પણ ઉજવવામાં આવે છે. બંને મહાનુભાવોના આદર્શો દેશવાસીઓને રાષ્ટ્રનિર્માણ, સ્વચ્છતા અને જવાબદારીની ભાવના સાથે આગળ વધવા પ્રેરિત કરે છે.
મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાએ સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સ્વચ્છતા જાળવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
37 minutes ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
*🚨 બ્રેકિંગ ન્યૂઝ - પ્રાંતિજ
*પ્રાંતિજ પોલીસ ની મોટી કાર્યવાહી, 4000 લીટર દેશી દારૂ નો વોશ ઝડપાયો*
*1.* પ્રાંતિજ પોલીસે પ્રોહી/જુગારની બદી નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી.
*2.* બાતમી ના આધારે માવાની મુવાડી ગામે ખેતરમાં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી.
*3.* ખેતરમાંથી વગર પાસ પરમીટે ચાર પ્લાસ્ટિક ના મોટા ટાંકાઓ માં ભરેલ 1000-1000 લીટર લેખે કુલ *4000 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ* મળી આવ્યો.
*4.* સાથે બે કેરબામાં ભરેલ *70 લીટર તૈયાર દેશી દારૂ* પણ ઝડપાયો, જેની કિંમત રૂ. 14,000/- છે.
*5.* વોશ કિંમત રૂ. 1,00,000/- અને દારૂ મળી કુલ *રૂ. 1,14,000/-* નો મુદ્દામાલ જપ્ત કર્યો.
*6.* આરોપી: *દશરથસિંહ રંગુસિંહ ઝાલા, રહે. માવાની મુવાડી, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા* - ખેતરનો માલિક.
*7.* આરોપી વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં પ્રોહી કલમ 65(એ)(ઈ) મુજબ ગુનો દાખલ કરાયો.
*8.* નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને SP ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કામગીરી થઈ.
*9.* PI ડી.આર. પઢેરીયા તથા ASI જયેન્દ્રસિંહ, દિપકસિંહ સહિતની ટીમે સફળ રેડ કરી.
*10.* પ્રાંતિજ પોલીસે વધુ એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.
18 hours ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
*તલોદના છત્રીસા ગામ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ*
***
સાબરકાંઠા જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રવ્યાપી શ્રમદાન કાર્યક્રમના ભાગરૂપે તલોદ તાલુકાના છત્રીસા ગામ ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સામૂહિક સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
આ પ્રસંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત સૌએ જાહેર સ્થળોએ સ્વચ્છતા કામગીરી કરી શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતાં સ્વચ્છતા કરાયેલા સ્થળે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કર્મીઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ સ્વચ્છ અને સ્વસ્થ ગામના નિર્માણનો સંદેશ આપ્યો હતો.
***
22 hours ago | [YT] | 2
View 0 replies
GK TV News Gujarati
હિંમતનગરમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, AHTUની રેડ
સાબરકાંઠા: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ રોડ પર આવેલા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે **‘વિરા સ્પા’**માં મસાજની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્પા-મસાજની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી બાતમીની ખરાઈ કર્યા બાદ AHTU ટીમે ડમી ગ્રાહક મોકલી પંચોની હાજરીમાં કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન સ્પામાં મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂ.1,000 એન્ટ્રી ફી તથા શરીરસુખ માટે રૂ.2,000થી રૂ.3,000 સુધીની વધારાની રકમ લેવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.3,000 રોકડ અને બે મોબાઇલ ફોન, કુલ રૂ.13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, સ્પા સંચાલક બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવતો હતો. કાર્યવાહી દરમિયાન ત્રણ યુવતીઓને દેહવ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી.
આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ, 1956ની કલમ 3(1)(2), 4 અને 5(1)(A)(D) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
1 day ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
અંબિકા માતાજીના મંદિરમાં ભાદરવી પુનમનો મેળો પૂર્ણ,આજે પ્રક્ષાલન વિધિ શરુ,આજે નવ કલાક મંદિર બંધ,સાંજે 5 વાગ્યા બાદ દર્શન શરુ થશે
સાબરકાંઠા જીલ્લાના નાના અંબાજી એટલે ખેડબ્રહ્મા જ્યાં ભાદરવી પુનમનો મેળો યોજાયો હતો ત્યારબાદ નવરાત્રી પૂર્વે મંદિરમાં આજે સવારથી પ્રક્ષાલન વિધિ શરુ કરવામાં આવી છે.સાંજે 5 વાગ્યા સુધી ચાલશે જેને લઈને સવારે 8 થી સાંજના 5 કલાક સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે,
આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ભાદરવી પુનમનો મેળો પૂર્ણ થયા બાદ ગુરુવારે સવારે 8 વાગ્યાથી મંદિર પરિસર અને ગર્ભ ગૃહમાં બ્રાહ્મણો ધ્વારા મંત્રોચ્ચાર સાથે પ્રક્ષાલન વિધિ શરુ થઇ હતી જે વિધિ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.જેને લઈને નવ કલાક મંદિર બંધ રહેશે અને પ્રક્ષાલન વિધિ ચાલશે.સાંજે 5 થી 9 સુધી ભક્તો માટે માતાજીના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.ત્યારે આવતીકાલથી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબનો રહેશે.
1 day ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
જલારામ પાઇપ ફેક્ટરીમાં ચોરીનો ભેદ ઉકેલાયો,હિંમતનગર ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીને રૂ.1.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં આવેલા વાસણા (દાવડ) ગામની જલારામ પાઇપ નામની સિમેન્ટ પાઇપ બનાવતી ફેક્ટરીમાંથી લોખંડની રીંગોની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની નાની-મોટી કુલ 24 લોખંડની રીંગો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા મળી કુલ રૂ.1.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ગાંધીનગર વિભાગના ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ હિંમતનગર વિભાગના ડીવાયએસપી એ.કે. પટેલના માર્ગદર્શન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એસ.એમ.સોલંકી અને ટીમ ઇલોલ-દાવડ રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમીના આધારે પીળા રંગની હૂડવાળી સીએનજી રિક્ષા નં. GJ-27-W-2291ને રોકી તપાસ કરવામાં આવી હતી. રિક્ષામાં ત્રણ ઇસમો સવાર હતા અને પાછળના ભાગે લોખંડની રીંગો ભરેલી મળી આવી હતી.
પોલીસે પૂછપરછ કરતાં ત્રણેયે પોતાના નામ પ્રવિણભાઈ કોદરભાઈ વાઘરી (ઉં.વ.55), વિજયભાઈ મુકેશભાઈ વાઘરી (ઉં.વ.30) અને ભાવેશભાઈ પ્રવિણભાઈ વાઘરી (ઉં.વ.20), ત્રણેય રહે. દાવડ, તા. ઇડર, હોવાનું જણાવ્યું હતું.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ચાર દિવસ અગાઉ વાસણા (દાવડ) ગામની જલારામ પાઇપ ફેક્ટરીમાં જઈ ત્યાં કામ કરતા પોતાના પરિચિત અંકિત ઉર્ફે બળવંત સાથે મળી તા.23 અને 24 સપ્ટેમ્બરની રાત્રે લોખંડની રીંગોની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે રિક્ષામાંથી 14 રીંગો તથા આરોપીઓના ઘર પાછળની બાવળની ઝાડીઓમાંથી વધુ 10 રીંગો મળી કુલ 24 નાની-મોટી લોખંડની રીંગો, જેની કિંમત રૂ.1,36,000 છે, કબજે કરી હતી. ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા, કિંમત રૂ.30,000, પણ કબજે કરવામાં આવી હતી.
હિંમતનગર ગ્રામ્ય પોલીસે કુલ રૂ.1,66,000ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીમાં સંડોવાયેલા અન્ય ફરાર અંકિત ઉર્ફે બળવંતને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
1 day ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
કિફાયતનગર પ્રાથમિક શાળામાં તિથિભોજનનું આયોજન
કિફાયતનગર પ્રાથમિક શાળામાં SMC અધ્યક્ષ મનસુરી ઇમરાનભાઈ કાસમભાઈ દ્વારા તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ બાળકોને મીઠાઈ, પૂરી અને શાકનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહભેર ભોજનનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે સેવાભાવી રફીકભાઈ મનસુરી સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય કાર્ય બદલ આચાર્ય નાયક રાજેશકુમાર તથા સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા SMC અધ્યક્ષનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
#કિફાયતનગર #પ્રાથમિકશાળા #તિથિભોજન #SMC #સેવાકીયકાર્ય #શિક્ષણ #વિદ્યાર્થીઓ #સામાજિકસેવા
1 day ago | [YT] | 2

1 day ago | [YT] | 1
View 0 replies
GK TV News Gujarati
ખેડબ્રહ્મામાં મોડી રાત્રે અજાણ્યા શખ્સનો આતંક: 15થી વધુ વાહનોના કાચ તોડી ફરાર
સાબરકાંઠા | ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા શહેરમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે આતંક મચાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સે રાત્રિના અંધકારનો લાભ લઈ રસ્તા પર પાર્ક કરાયેલા નાના-મોટા 15થી 17 જેટલા વાહનોના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વિનોદકુમાર જશુભાઈ ઠાકોર, જીગ્નેશકુમાર ભાવસાર, હરેશકુમાર રામી સહિત અન્ય વાહન માલિકોના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
સવારે વાહન માલિકો અને સ્થાનિક રહીશો જાગ્યા ત્યારે વાહનોના કાચ તૂટેલી હાલતમાં જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે રોષનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે વાહનોના કાચ તોડનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
2 days ago | [YT] | 0
View 0 replies
GK TV News Gujarati
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે વિધાનસભા મતવિસ્તારના તલોદ તાલુકાના દોલતાવાદ ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું અને ગ્રામજનો સાથે સંવાદ સાધવામાં આવ્યો.સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાલક્ષી સેવાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે,સરળતાથી,સમયસર અને પારદર્શક રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.આ કાર્યક્રમો દ્વારા એક જ સ્થળે માર્ગદર્શન અને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે..
‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય હેતુ સેવાભાવ, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પ સાથે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો જનતા અને સરકાર વચ્ચેના સેતુ તરીકે કાર્ય કરીને નાગરિકોની જરૂરિયાતોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
2 days ago | [YT] | 2
View 0 replies
Load more