આ ચેનલ માત્ર સમાચાર અને મનોરંજન પૂરું પાડવા નો હેતુ છે કોઈની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવાનો કોઈ હેતુ નથી. આપને અમારા કોઈ વિડિઓ થીં કે સમાચાર થીં કોઈ તકલીફ હોય તો આપ અમને જણાવી શકો છો.


NEXUS News may use AI tools for voice-over narration, subtitle generation, video editing assistance, graphics enhancement, and content structuring support. AI tools are used strictly for production efficiency and presentation purposes. All news content is reviewed and verified by the NEXUS News editorial team.


YOUTUBE ::: nexusnews
Facebook ::: nexusnews
Instagram ::: nexus_news_india
Tweeter :::: @nexusnewsindia
Mail id ::: nexusnews81@gmail.com


Nexus news

AHMEDABAD



અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક તા.24 સપ્ટેમ્બર 2026ના ગુરુવારના રોજ યોજાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના વિકાસ, નાગરિકોની સુવિધા તેમજ વિવિધ વહીવટી કામગીરીને લગતા મુદ્દાઓની ચર્ચા થઇ હતી. આ પ્રસંગે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન કમલેશભાઇ પટેલે તાજેતરમાં થયેલી અસારવા પાણીની ટાંકીમાંથી મળેલાં કંકાલને લઇને જણાવ્યું કે, શહેરમાં આવેલી પાણીની ટાંકીઓમાં દર 6 મહિને સફાઇની કામગીરી કરવામાં આવતી હોય છે તે અંતર્ગત અસારવા ગામમાં આવેલી પાણીની ટાંકીમાં સફાઇ દરમિયાન ટાંકીમાંથી હાડકા જેવી વસ્તુ મળી હતી. જેની જાણ ત્યાંના અધિકારીઓ અને પોલિસને કરવામાં આવી હતી. ત્યારબાદ એફએસએલની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરની તમામ ટાંકીઓને દર 6 મહિને સાફ કરવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદને કારણે શહેરમાં પડેલ ખાડા અંગે વાત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન શહેરમાં જ્યાં-જ્યાં ખાડા પડ્યા હતા, તે પૈકી મોટાભાગના ખાડાઓનું રિપેરિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં, શહેરના કોઈપણ વિસ્તારમાં ખાડા બાકી રહી ગયા હોય તેમજ મોટા પેચવર્કની કામગીરીની જરૂરિયાત હોય તો તે આગામી 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીને ઝડપી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટેના આયોજન અંગે આજે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ રોડના કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

શહેરમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા અંગે વાત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન માટે અલગ-અલગ 38 સ્થળોએ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડના કુલ 290 જવાનો જરૂરી તમામ સાધન સામગ્રી સાથે તૈનાત રહેશે. આ ઉપરાંત,ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા 2 બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણપતિની વિશાળ મૂર્તિઓના વિસર્જન માટે તમામ 38 વિસર્જન કુંડના સ્થળોએ ખાસ ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

KAMAL SONI AHMEDABAD

10 hours ago | [YT] | 0

Nexus news

AHMEDABAD



અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજવામાં આવી હતી, અને આ દરમ્યાન એએમએના હોદ્દેદારોની ટીમની સફળતાપૂર્વક પસંદગી કરવામાં આવી હતી. હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજીવ ગાંધીની એએમએના પ્રમુખ તરીકે; અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મોહલ સારાભાઈની એએમએના ઉપપ્રમુખ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે.

એએમએ ૭૦મા વર્ષમાં પ્રવેશ કરીને ૨૦૨૬-૨૭માં તેની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરી રહ્યું છે. ૭૦ એએમએઝિંગ વર્ષના ભાગરૂપે, એએમએ દ્રારા સમગ્ર વર્ષ દરમિયાન સુપ્રતિષ્ઠિત વક્તાઓ સાથેના વિશિષ્ટ કાર્યક્રમો અને ફ્લેગશિપ ઇવેન્ટ્સની શ્રેણીનું આયોજન કર્યું છે. હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, તેના સભ્યો અને સમુદાયના સહયોગથી એએમએ વધુ સીમાચિન્હો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. એએમએ ડો. વિક્રમ સારાભાઈના મહાન વારસાને આગળ ધપાવશે અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં એએમએના શ્રેષ્ઠતાના મિશનને વધુ મજબૂત બનાવશે.




KAMAL SONI AHMEDABAD

10 hours ago | [YT] | 0

Nexus news

AHMEDABAD

ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને 'કર્મચારી રાજ્ય વીમા નિગમ' (ESIC)ની ૯૪મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ

રાજ્યમાં અંદાજે ૨૧.૬૮ લાખથી વધુ વીમાધારક અને ૮૪ લાખ લાભાર્થીઓને ESIC હેઠળ આવરી લેવાયા: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ

બેઠકમાં શ્રમિકોના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પર મૂકાયો વિશેષ ભાર


KAMAL SONI AHMEDABAD

2 days ago | [YT] | 3

Nexus news

AHMEDABAD

ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

KAMAL SONI AHMEDABAD

2 days ago | [YT] | 0

Nexus news

AHMEDABAD

Bullet train work full on progress

KAMAL SONI AHMEDABAD

2 days ago | [YT] | 2

Nexus news

Ahmedabad

ગાંધીનગરમાં માર્ગ સલામતી જનજાગૃતિ અર્થે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ મેગા ‘બાઇક રેલી'નું આયોજન: 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ અંદાજે ૫૦૦થી વધુ બાઇકર્સ આપશે સુરક્ષાનો સંદેશ

'બાઇક રેલી'નો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તેમજ નિયત ગતિમર્યાદાના પાલન જેવા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે: ગુજરાત રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલ


KAMAL SONI AHMEDABAD

2 days ago | [YT] | 2

Nexus news

AHMEDABAD



મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં મૂવેબલ ક્રોસિંગ અને ડ્યુઅલ પોઈન્ટ મશીનથી સજ્જ હાઈ-સ્પીડ ટર્નઆઉટ

ભારતીય રેલવે નેટવર્કમાં પ્રથમ વખત, મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટમાં મૂવેબલ ક્રોસિંગ (Movable Crossing), જેને સ્વિંગ-નોઝ ક્રોસિંગ (Swing-Nose Crossing) તરીકે પણ ઓળખવામાં આવે છે, ધરાવતા ટર્નઆઉટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજી 320 કિમી પ્રતિ કલાક સુધીની ડિઝાઈન સ્પીડ પર સલામત અને વિશ્વસનીય કામગીરી માટે મહત્વપૂર્ણ આવશ્યકતા છે. આ પરંપરાગત રેલવે લાઈનોમાં ઉપયોગમાં લેવાતા ફિક્સ્ડ ક્રોસિંગવાળા ટર્નઆઉટ્સની સરખામણીએ એક મહત્વપૂર્ણ ટેકનિકલ પરિવર્તન છે.

હાઈ-સ્પીડ કામગીરી માટે મૂવેબલ ક્રોસિંગ શા માટે જરૂરી છે?
250–300 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે, પરંપરાગત ફિક્સ્ડ ક્રોસિંગમાં વ્હીલ અને રેલ વચ્ચેનો સંપર્ક હાઈ-સ્પીડ કામગીરી માટે એક મહત્વપૂર્ણ પડકાર બની જાય છે. ફિક્સ્ડ ક્રોસિંગમાં એક નિશ્ચિત ગેપ હોય છે, જેને ‘ક્રોસિંગ નોઝ ગેપ’ કહેવામાં આવે છે, જેને વ્હીલ દ્વારા પાર કરવો પડે છે. આ ગેપને કારણે:
• વધુ પ્રમાણમાં ડાયનેમિક ઈમ્પેક્ટ ફોર્સ ઉત્પન્ન થાય છે.
• કંપન અને સ્ટ્રક્ચર દ્વારા ઉત્પન્ન થતો અવાજ વધે છે.
• વ્હીલ ફ્લેન્જ અને ક્રોસિંગના અન્ય ઘટકોનું ઘસારો વધે છે.
• ટ્રેકમાં રહેલી નાની અનિયમિતતાઓની સ્થિતિમાં ફ્લેન્જ ક્લાઈમ્બ અથવા વ્હીલની અસામાન્ય ગતિનું જોખમ વધી શકે છે.
મૂવેબલ ક્રોસિંગ આ ગેપને દૂર કરે છે. તેમાં ક્રોસિંગ નોઝને સ્વિચ રેલ સાથે સુમેળમાં ભૌતિક રીતે ખસેડવામાં આવે છે. તેના પરિણામે ટર્નઆઉટના સમગ્ર ભાગમાં વ્હીલ માટે સતત અને ગેપ-રહિત રેલ સપાટી ઉપલબ્ધ રહે છે અને સમગ્ર ટર્નઆઉટ દરમિયાન વ્હીલને સતત માર્ગદર્શન મળે છે.

સતત રેલ પાથના કારણે:
• ટ્રેનનું પસાર થવું વધુ સરળ અને આરામદાયક બને છે તથા ડાયનેમિક ઈમ્પેક્ટમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
• કંપન અને કોચની અંદરનો અવાજ ઘટે છે, જેના કારણે મુસાફરોને વધુ આરામ મળે છે.
• રેલ અને રોલિંગ સ્ટોકના વ્હીલ સહિતના ઘટકોનું ઘસારો ઘટે છે.
• ઓપરેશનલ સલામતી અને વિશ્વસનીયતામાં વધારો થાય છે તથા મેન્ટેનન્સના અંતરાલને વધુ સારું બનાવી શકાય છે.

320 કિમી પ્રતિ કલાકની કોમર્શિયલ ઓપરેશન સ્પીડ માટે ડિઝાઈન કરાયેલા કોરિડોર માટે આ વિશેષતાઓ અત્યંત મહત્વપૂર્ણ છે.

ડ્યુઅલ પોઈન્ટ મશીન સિસ્ટમ – હાઈ-સ્પીડ સોલ્યુશનનો મુખ્ય ભાગ
જરૂરી ચોકસાઈ, વિશ્વસનીયતા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે દરેક હાઈ-સ્પીડ ટર્નઆઉટમાં બે સ્વતંત્ર પોઈન્ટ મશીન આપવામાં આવી છે:
1. સ્વિચ-એન્ડ પોઈન્ટ મશીન – સ્વિચ રેલને જરૂરી સ્થિતિમાં ખસેડે છે અને તેને લોક કરે છે.
2. મૂવેબલ ક્રોસિંગ પોઈન્ટ મશીન – મૂવેબલ ક્રોસિંગ નોઝને જરૂરી સ્થિતિમાં ખસેડે છે અને તેને લોક કરે છે.

બંને પોઈન્ટ મશીન સુનિયોજિત અને સંકલિત કંટ્રોલ સિસ્ટમ હેઠળ કાર્ય કરે છે. સિગ્નલિંગ ઇન્ટરલોકિંગ દ્વારા રૂટ સેટ કરવાનો એક કમાન્ડ આપવામાં આવે છે, જેના બાદ સ્વિચ રેલ અને મૂવેબલ ક્રોસિંગની હિલચાલ એકસાથે અને સુમેળપૂર્વક થાય છે.
બંને પોઈન્ટ મશીનમાંથી યોગ્ય સ્થિતિ અને લોકિંગની પુષ્ટિ પ્રાપ્ત થયા બાદ જ ઇન્ટરલોકિંગ ટ્રેનને ટર્નઆઉટ પરથી પસાર થવાની મંજૂરી આપે છે.
આ ડ્યુઅલ મશીન અને ડ્યુઅલ લોકિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે સતત રેલ પાથ બંને મહત્વપૂર્ણ સ્થળોએ યોગ્ય સ્થિતિમાં સ્થાપિત અને યાંત્રિક રીતે સુરક્ષિત છે.

હાઈ-સ્પીડ પોઈન્ટ મશીનો માટેની વિશેષ ટેકનિકલ આવશ્યકતાઓ
હાઈ-સ્પીડ પોઈન્ટ મશીનો માટે પરંપરાગત પોઈન્ટ મશીનોની તુલનામાં વધુ કડક ટેકનિકલ આવશ્યકતાઓ હોય છે. તેમાં સામેલ છે:
• હાઈ-સ્પીડ સ્વિચ અને ક્રોસિંગના વધુ વજન તથા કઠોરતાને નિયંત્રિત કરવા માટે વધુ એક્ચ્યુએશન ફોર્સ અને અત્યંત ચોક્કસ સ્ટ્રોક કંટ્રોલ.
• વ્હીલને સતત માર્ગદર્શન આપવા માટે મિલીમીટર સ્તરની અત્યંત ચોક્કસ પોઝિશનિંગ.
• 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્પન્ન થતા ઊંચા લેટરલ ફોર્સને સહન કરી શકે તેવી મજબૂત લોકિંગ મિકેનિઝમ.
• ભારતીય ઓપરેશનલ પરિસ્થિતિઓમાં તાપમાન, કંપન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પરિસ્થિતિઓમાં વિશ્વસનીય કામગીરી.
• હાઈ-સ્પીડ સિગ્નલિંગ માટે જરૂરી સલામતી સ્તરોને અનુરૂપ હાઈ-ઇન્ટિગ્રિટી ડિટેક્શન સિસ્ટમ સાથે એકીકરણ.

*બહુ-સ્તરીય સલામતી વ્યવસ્થા*
ડ્યુઅલ પોઈન્ટ મશીનો ઉપરાંત, આ સિસ્ટમમાં સ્વતંત્ર અને રિડન્ડન્ટ ડિટેક્શન તથા વેરિફિકેશનની અનેક સ્તરીય વ્યવસ્થા પણ સામેલ છે. અલગ-અલગ ડિટેક્શન સર્કિટ સતત નીચેની બાબતોની દેખરેખ રાખે છે:
• સ્વિચ રેલની યોગ્ય અંતિમ સ્થિતિ.
• મૂવેબલ ક્રોસિંગની યોગ્ય અંતિમ સ્થિતિ.
• બંને ઘટકોનું સુરક્ષિત યાંત્રિક લોકિંગ.
તમામ સ્વતંત્ર તપાસો દ્વારા ટર્નઆઉટ યોગ્ય સ્થિતિમાં સેટ અને લોક થયાની પુષ્ટિ થયા બાદ જ ઇન્ટરલોકિંગ ટ્રેન માટે રૂટ રિલીઝ કરે છે.

આ બહુ-સ્તરીય વેરિફિકેશન સિસ્ટમ હાઈ-સ્પીડ ઓપરેશન માટે જરૂરી અત્યંત ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે, જ્યાં કોઈ એકલ બિંદુની નિષ્ફળતાની સંભાવનાને પણ ન્યૂનતમ કરવી જરૂરી છે.

આ રીતે, ડ્યુઅલ પોઈન્ટ મશીન સાથેના મૂવેબલ-ક્રોસિંગવાળા ટર્નઆઉટ્સ મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં સલામતી, વધુ સારી રાઈડ ક્વોલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની લાંબી આયુષ્ય અને ઓપરેશનલ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ટેકનિકલ ભૂમિકા ભજવે છે અને કોરિડોરને આંતરરાષ્ટ્રીય હાઈ-સ્પીડ રેલવે ધોરણોને અનુરૂપ બનાવવામાં એક મહત્વપૂર્ણ ટેકનિકલ આધાર પૂરો પાડે છે.


KAMAL SONI AHMEDABAD

2 days ago | [YT] | 1

Nexus news

AHMEDABAD

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાને જોર પકડ્યું

ઉમેદવારોની સાથે સાથે સ્થાનિક અને પ્રદેશના નેતાઓએ ઘરે ઘરે કર્યો પ્રચાર

ગાંધીનગરના વોર્ડ નં 9ના વિભાગ 1/2, સેક્ટર 2/A અને વોર્ડ નં 3, વોર્ડ નં 10 સહિત વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો

આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં ચૂંટાયા બાદ જે જે કામો કરશે તે વિષે લોકોને માહિતી આપવામાં આવી


KAMAL SONI AHMEDABAD

2 days ago | [YT] | 1

Nexus news

Ahmedabad



ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગતરોજ નિકોલ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.

આ પાવન અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન શ્રી ગણેશજી સમક્ષ સૌની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.


KAMAL Soni Ahmedabad

2 days ago | [YT] | 2

Nexus news

AHMEDABAD

વડોદરા ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનું ઉષ્માભર્યું સ્વાગત

ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું વડોદરા એરપોર્ટ પર આગમન થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ અહીંથી કેવડિયા જવા માટે રવાના થયા હતા

KAMAL SONI AHMEDABAD

3 days ago | [YT] | 2