Pls Subscribe my channel & support me
Your one Subscribe gives me big motivation ❤️
On this channel you’ll get: ✔️ Useful information
✔️ Creative ideas
✔️ Easy explanations
✔️ Learning easy tricks
👉 Subscribe and be part of our growing community.Your support motivates me to create more amazing videos🙏
Shital's Educational Channel
પ્રકૃતિ સંવર્ધન માટે 'પ્રકૃતિ મિત્ર એવોર્ડ' મેળવીને અત્યંત આનંદ અને ગર્વ અનુભવું છું. આ સન્માન મને વધુ ઉત્સાહ સાથે પર્યાવરણની રક્ષા માટે કામ કરવાની નવી પ્રેરણા આપે છે. વૃક્ષો વાવો, જીવન બચાવો.🌳
4 days ago | [YT] | 16
View 2 replies
Shital's Educational Channel
ગૌરવભરી સિદ્ધિ... ગૌરવભરી ક્ષણ🏆
શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી સર્જનાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓ, નવીન શિક્ષણપ્રયોગો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના યોગદાનની નોંધ લઈ બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત
National Educational Conference & Award Ceremony – 2026
માં મને "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ–2026”થી સન્માનિત કરવામાં આવી.
આ સન્માન મારા માટે માત્ર એવોર્ડ નથી, પરંતુ શિક્ષણક્ષેત્રે વધુ ઉત્સાહ અને નિષ્ઠા સાથે કાર્ય કરવાની નવી પ્રેરણા છે. 🙏
આ અવસર પર મળેલા પ્રેમ, શુભેચ્છા અને આશીર્વાદ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર.
1 week ago | [YT] | 18
View 2 replies
Shital's Educational Channel
ભાષા તો ઘણી છે દુનિયામાં,
પણ જેમાં 'લાગણી' અને 'મીઠાશ' ભળેલી છે, એ છે આપણી ગુજરાતી!
કવિ નર્મદની જન્મજયંતિ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર આપણી માતૃભાષા પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરીએ.
ગર્વ છે મને હું ગુજરાતી છું.
શબ્દોમાં પ્રેમ, વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં વિવેક એટલે આપણી ગુજરાતી ભાષા
માતૃભાષાનું ગૌરવ જાળવીએ અને નવી પેઢી સુધી તેને ગર્વથી પહોંચાડીએ.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ.💐
1 month ago | [YT] | 13
View 0 replies
Shital's Educational Channel
MathsPuzzle & TrickyQuestions
5 months ago | [YT] | 9
View 0 replies
Shital's Educational Channel
વાંચો,વિચારો અને જવાબ આપો....
5 months ago | [YT] | 8
View 4 replies
Shital's Educational Channel
પૂઠાંમાંથી બનાવેલ આ અક્ષયપાત્રમાં ચણ અથવા દાણા મૂકીને પંખીઓને ખવડાવી શકાય છે.
આ પાત્ર સરળ, હળવું છે.બાળકો દ્વારા પૂઠાંમાંથી બનાવાયેલ પંખીનો માળો અને ચણ માટેનું અક્ષયપાત્ર એક સર્જનાત્મક અને પર્યાવરણમૈત્રી પ્રવૃત્તિ છે. નકામી વસ્તુઓનો સદુપયોગ કરીને બાળકો પંખીઓ માટે આશ્રય અને ખોરાકની વ્યવસ્થા કરે છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં જવાબદારી, દયા અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વિકસે છે.
6 months ago | [YT] | 29
View 1 reply
Shital's Educational Channel
પરમાત્માનું પ્રસંશનીય પ્રયોજન — એ એટલે મા,
પ્રેમનો પર્યાય અને વ્હાલનો વરસાદ — એ એટલે મા.
ચિંતા નો ચિતાર, કાળજી નો કરાર,
લાગણી ની લીલાશ અને અંતરનો ઉજાસ — એ એટલે મા.
કેળવણી થી કળાયેલો કોષ, પ્રભુનું અપ્રતિમ સર્જન,
ધૈર્ય નો ધારદાર દાખલો — એ એટલે મા.
ઉતાવળ અને ઉચાટ નું ઉદાહરણ,
ઉપકારથી ભરેલું ઉપવન — એ એટલે મા.
અકલ્પનીય કલ્પનાનું અસ્તિત્વ,
અવર્ણનીય પ્રયાસોનું પરિસર — એ એટલે મા.
અગણિત ગુણોનો ભંડાર,
સંતાનનું પારદર્શક પ્રતિબિંબ — એ એટલે મા.
અનુકંપાની અનુપમ અભિવ્યક્તિ,
એક અતુલ્ય લાગણીનો સંબંધ — એ એટલે મા...
Shital Christi (શ્રેસુ)
7 months ago | [YT] | 14
View 2 replies
Shital's Educational Channel
એક નાની પેન્સિલ....
એક નાની પેન્સિલ આપણને ઘણુંબધુ શીખવે છે......
પેન્સિલની એક ખાસ વાત એ છે કે તે ભૂલ થાય ત્યારે(ઇરેસર)રબર થીભૂલ સુધારી શકાય છે. આ આપણને શીખવે છે કે જીવનમાં ભૂલ થવી ખરાબ નથી, પણ પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવી એમાં મહાનતા છે...
પેન્સિલ આપણે જે લખીએ તે બહાર દેખાડે છે, પણ તેની સાચી કદર તેની અંદર રહેલા ગ્રેફાઇટને કારણે છે. એ જ રીતે માણસની સાચી ઓળખ બહારના દેખાવથી નહીં, પણ તેના અંદરના સારા ગુણોથી થાય છે.
પેન્સિલ હંમેશાં બીજા માટે કામમાં આવે છે. તે પોતાના માટે કંઇ લખતી નથી, પરંતુ બીજાને લખવામાં મદદ કરે છે. આ આપણને સેવાભાવ, સહકાર અને પરોપકારનું અને બીજાને મદદરૂપ થવાની ભાવનાનું મહત્વ સમજાવે છે....
જો આપણે પેન્સિલ જેવા બની જઈએ
મહેનતથી ન ઘબરાઇએ,
ભૂલ સુધારતા શીખીએ,
(સ્વ)અંદરની કિંમત ઓળખીએ
અને બીજાને મદદ કરીએ
તો ચોક્કસ જ આપણું જીવન પણ સોનેરી અક્ષરોમાં લખાઇ જશે.
છેલ્લે એટલું જ કહીશ કે
પેન્સિલ નાની છે /
પણ તેનો સંદેશો ખૂબ મોટો છે.
(શિક્ષકજયોત ફેબ્રુઆરી -26)
- Shital Christi"શ્રેસુ"
વટાદરાકન્યાશાળા
8 months ago | [YT] | 19
View 1 reply
Shital's Educational Channel
Educational innovation fair 2026...
8 months ago | [YT] | 28
View 0 replies
Shital's Educational Channel
પતંગ 🪁
પતંગ એટલે આકાશમાં ઉડતું રંગબેરંગી સ્વપ્ન...
9 months ago | [YT] | 14
View 0 replies
Load more