नमस्ते, Welcome to Shreenathji Yamunaji Channel - a divine journey of Vaishnav tradition and Krishna Bhakti.
Here you'll find devotional videos on Girirajji and Yamunaji Mangala Darshan, Vallabhacharya teachings, Bhagavad Gita, Pushtimarg stories, Yamunashtak
#PushtiMarg #Shrinathji #KrishnaBhakti #Vallabhacharya #jatipura #girirajji
#bhaktichannel #yamunaji #yamunashtak
Disclaimer:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
If any content owner has some issues with our videos, please direct mail us on our email with your proper details. So that we can further discuss it. But I request you not to give a claim or strike directly on our videos.
My Email id:- ashish.tanna99@gmail.com
SHREENATHJI YAMUNAJI
⚖️ *હટરી ભાવ - ભાવના*⚖️
*હાટ એટલે બજાર, હટરી એટલે દુકાન. આ હટરીનો મનોરથ પ્રભુની સારસ્વત કલ્પની બાળ સહજ લીલાનો ભાગ છે. એક દિવાળી પર પ્રભુએ પોતાના ગોપમિત્રોને કહું કે, "નંદગામના વાસીઓ દિવાળીના ઉત્સવોની ખરીદી કરવા છેક મથુરા જાય છે. તેની જગ્યાએ આપણે નંદગામમાં જ હાટ અર્થાત બજાર ઉભુ કરીએ તો ગામનો પૈસો ગામમાં રહેશે તેથી આપણું ગામ આત્મ નિર્ભર બનશે."*
*આપણે અત્યારે આત્મનિર્ભર, આત્મનિર્ભર ગામની વાત કરીએ છીએ, તે પ્રભુએ આજથી પાંચહજાર વરસ પહેલાં કરેલ છે.*
*પ્રભુની આ લીલા અંતગર્ત આજે પણ પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં આસો વદ અગિયાર થી આસો વદ અમાસ સુધી હટરીનો મનોરથ સિધ્ધ થાય છે.*
*હટરીના ભાવને સુંદર રીતે અભિવ્યાક્ત ક્રરતાં કિર્તન જોઇએ.*
*હટરી બૈઠે ગોપાલ|| રત્ન જડિત કી હટરી બનાઇ હીરા મોતિ*
*પરમ રસાલ (૧)*
*ડલા ડલૈયા ઔર કુલ્હૈયા ભર ભર ધરે પકવાન રસાલ ||*
*પાન ફૂલ સોંધે સબ વાંટત દે દે નંદ કે લાલ (૨)*
*રમાવલિ, પ્રેમાવલિ, લલિતા, ચંદ્રાવલિ વ્રજમંગલા બાલ ||*
*ચલો સખી તહા પેઠ લગી હે બેચત હૈ જહા ગોકુલપાલ (૩)*
*સુંદરી આઇ ગૃહ ગૃહ તે નિરખત નયન વિસાલ ||*
*ગોવિંદ પ્રભુ પિય ચિત્ત ચોર્યા વ્હૈં બંધી પ્રેમ કી પાલ (૪)*||
*"ભાવાર્થ"*
*હટરી એટલે અલૌકિક અદ્દભુત આનંદ ઉલ્લાસ ની અનોખી અને અદ્વિતિય લીલા વ્રજ માં દુકાન ને હટરી કહે છે. શ્રી શ્યામસુંદર શ્રીકૃષ્ણ એ સખા ઓને બોલાવી ને આજ્ઞા કરી , આજે દીપાવલી ની રાતે ગિરિરાજજી ની તળેટી માં આનંદ બજાર ભરીએ. તેમાં સૌ પોતાની ઘરે થી સુંદર ચીજ વસ્તુઓ જેવી કે પકવાન, ખીલોના, ફ્લ ફૂલ વિગેરે લાવી પોતાની હટરી સજાવો. ગોપીઓ વસ્તુ ખરીદવા આવશે એટલે તેની સાથે ભાવ ની રકઝક કરવાની મજા આવશે. રાત્રી ના ઝગમગાટ માં શ્રી ગિરિરાજજી ની તળેટી માં આનંદ બજાર સજાઈ ગઇ..!!*
*ઠેક ઠેકાણે સોનાની અને મીનાકારી ની કલા કારીગરી અદ્દભુત છે. રત્ન જડિત થાંભલાઓ ઉપર હીરા મોતી મણિ દીપકો ઝળહળી રહ્યા છે અને કપૂર સહિત ઘી ના દિવા ની હાટ માં અને હાટ ની ચોતરફ હાર લગાવી દીધી. અનુપમ સજાવટ વાળી એક ભવ્ય હટરી શોભી રહી છે. ત્યાં હટરી માં શ્રી નંદનંદન શ્રીકૃષ્ણ જરકસી જામાં રત્ન જડિત વસ્ત્રાલંકારો ધારણ કરી ને હટરી માં બિરાજે છે..!!*
:
*આ હટરી માં અનેક વસ્તુ ની હારમાળા દેખાય છે. આ હટરી માતો કેટલી વસ્તુ છે. તે સમજાતું નથી વાંસ ના ટોપલી, ટોપલા અને માટી ના વાસણો માં અનેક પ્રકાર ના સુંદર સ્વાદિષ્ટ , મિષ્ઠ પકવાનો ભરેલા છે. ફ્લ, ફૂલ વિગેરે ના ટોપલાભરેલા છે.અતર, કરીયાણુ,કાપડ, કંદોઈ, જવેરી આદિ વસ્તુ ઓ બધી કલાત્મક રીતે લાઇન બદ્ધ ગોઠવાયેલ દ્રશ્યમાન થાય છે. નંદલાલ શ્રી કૃષ્ણ શ્રી રાધાજી તેમજ ગોપીઓ ને વસ્તુઓ વહેંચે છે.*
:
*શ્રી રાધાજી ની સખીઓ રમાવલિ,* *પ્રેમાવલિ,લલિતા,ચંદ્રાવલિ,વ્રજમંગલા આદિ સખીઓ આપસ આપસ માં કહે છે. ચાલો સખીઓ આપણે બધા હટરી ઉપર જઈએ, ત્યાં નંદલાલ હટરી માં બિરાજમાન છે. ત્યાં દરેક વસ્તુ વહેંચે છે. સોના ના ત્રાજવાથી વજન કરી ને આપે છે. સખીઓ આ નંદનંદન શ્રીકૃષ્ણ ભારે ચકોર,ચબરાક અને નટખટ છે. પાકા વેપારી બની બેઠા છે. ભાવ પણ વધારે લેશે, અને તોલમાપ માં પણ છેતરે છે. આપણે તો ભોળી ગ્વાલન કહેવાઈ જો જો છેતરી ના જાય આપણ ને નંદનંદન સાથે ભાવ પૂછવામાં માં રકઝક કરવામાં અરસ પરસ કટાક્ષ વચનો બોલવા માં આનંદ આવશે..!!*
*દીપાવલી ના ઉત્સવ પર્વ ઉપર બધી ગોપી ઓ ઘરે ઘરે થી સુંદર વસ્ત્રો, અલંકારો પરિધાન કરી ને નવીન વસ્તુ ખરીદવા ના બહાને નંદનંદન ની હટરી ઉપર આવે છે. નંદનંદન શ્રીકૃષ્ણ ને નયન ભરી ભરી નીરખી શકીએ "નૈન ભર દેખો નંદકુમાર " નંદનંદન શ્રીકૃષ્ણ સાથે મીઠો વાર્તાલાપમાં કરે છે. તમારી હટરી ની સજાવટ એવી અલૌકીક છે કે અહીં થી ખસવાનું મન જ થતું નથી. અમને તો એમ થાય છે કે આપને નિરખતા જ અહીંયા આખી રાત ઉભા રહીએ તો પણ થાક લાગશે નહિ. ગોવિંદ કહે પ્રભુ એ વ્રજભક્તો ના ચિત્ત હરિ લીધા કૃષ્ણમય બની ગયા. શ્રીકૃષ્ણ ની અલૌકિક લીલા ના આનંદ સાગર માં મગ્ન થઈ ગયા..,*
🙏🏻🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻🪷🙏🏻
7 hours ago | [YT] | 11
View 1 reply
SHREENATHJI YAMUNAJI
1 day ago | [YT] | 450
View 14 replies
SHREENATHJI YAMUNAJI
1 day ago | [YT] | 512
View 9 replies
SHREENATHJI YAMUNAJI
2 days ago | [YT] | 498
View 20 replies
SHREENATHJI YAMUNAJI
4 days ago | [YT] | 561
View 20 replies
SHREENATHJI YAMUNAJI
5 days ago | [YT] | 590
View 18 replies
SHREENATHJI YAMUNAJI
6 days ago | [YT] | 588
View 14 replies
SHREENATHJI YAMUNAJI
Shri banke bihari ji, vrindavan dham
1 week ago | [YT] | 344
View 7 replies
SHREENATHJI YAMUNAJI
Shri Radha Rani ji Barsana dham se
1 week ago | [YT] | 245
View 5 replies
SHREENATHJI YAMUNAJI
1 week ago | [YT] | 266
View 7 replies
Load more