Bahujan Editor - બહુજન એડિટર



જયભીમ 🙏 સ્વાગત છે તમારું એક બિન રાજકીય ,બિન ધાર્મીક અને જ્ઞાતિ જાતી થી ઉપર ઉઠી માનવતાના હિતાર્થે રાષ્ટ્રના નેતૃત્વને ઊંઘ માથી જગાડતા એક સ્વતંત્ર પ્લૅટફૉર્મ પર., આ એ પ્લેટફોર્મ છે જ્યાં રાજકિય શીર્ષ નેતૃત્વને સત્તાની શેહ શરમ અને ડર રાખ્યા વગર સીધા સવાલ પૂછાય છે અને ધર્મના બની બેઠેલા સ્વઘોશિત ધર્મના ઠેકેદારો અને રક્ષકોને પણ હકિગતથી વાકેફ કરાય છે.

અમારો હેતુ સમાજને વિચારશીલ, તર્કબદ્ધ અને માનવીય બનાવવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો સ્વતંત્ર રીતે વિચારતા થાય,સવાલ પૂછતા થાય અને જવાબ માંગતા થાય તેમજ પોતાના હક પ્રત્યે જાગૃત થાય અને પોતાની ફરજો પ્રત્યે સભાન બને.
આવો મળીને આ અભિયાનને સફળ બનાવીએ સમાજને પક્ષ ભક્તિ, વ્યક્તિપૂજા, અંધશ્રધ્ધા,પાખંડ અને દંભ માથી મુક્ત કરીયે તેમજ સહજ નૈતિકતા અને માનવીય મૂલ્યો અને અભિગમને પ્રોત્સાહિત કરીએ.

જયભીમ જયભારત 💙🙏


Bahujan Editor - બહુજન એડિટર

#ગુરુપૂર્ણિમા :budhh vihar, top three circle bhavnagar💙💐🙏

3 months ago | [YT] | 1

Bahujan Editor - બહુજન એડિટર

દિવંગત નીતિન ભાઈ જોગદીયા ના જન્મદિવસ 🎂💐
અને
બુદ્ધ પૂર્ણિમા ☸️🙏🏼 નિમિત્તે બુદ્ધ વિહાર ભાવનગર ખાતે કાર્યક્રમ રાખવા માં આવ્યો છે તેનું લાઇવ પ્રસારણ
🛑*બહુજન એડિટર* યુટ્યુબ ચેનલ પર કરવા માં આવ્યું છે.

5 months ago | [YT] | 74

Bahujan Editor - બહુજન એડિટર

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સ્થાપનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું યોગદાન અતુલ્ય છે. તેમના પુસ્તક 'The Problem of the Rupee - Its Origin and Its Solution' ના આધારે જ RBIની કલ્પના કરવામાં આવી હતી.

શું તમે જાણો છો? ભારતની સર્વોચ્ચ બેંક 'RBI' ની પરિકલ્પના પાછળ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગહન અર્થશાસ્ત્રીય વિચારો રહેલા છે. હિલ્ટન યંગ કમિશન સમક્ષ બાબાસાહેબે રજૂ કરેલી માર્ગદર્શિકા અને તેમના પુસ્તકના આધારે જ 1 એપ્રિલ, 1935ના રોજ આ બેંકની સ્થાપના થઈ હતી.
​આજે RBI ના સ્થાપના દિવસ પર, આપણે તે મહાન અર્થશાસ્ત્રી અને બંધારણના ઘડવૈયાને યાદ કરીએ જેમણે દેશની આર્થિક વ્યવસ્થાનો પાયો મજબૂત કર્યો.

6 months ago | [YT] | 63

Bahujan Editor - બહુજન એડિટર

सोशल मीडिया की लगभग हर रील में आपने इस लड़के की हँसी देखी होगी, इसकी हंसी के बिना रील बनना मुश्किल है, इस लड़के का नाम अरुण है,

बेहद ग़रीब और दलित वर्ग से आने वाले अरुण पढ़ाई लिखाई छोड़कर ट्रक में क्लीनर का काम करते थे, यह तेलंगाना के रहने वाले हैं, इनके ट्रक के ड्राइवर नेहरू अन्ना ने कुछ जोक सुनाया था, जिस पर अरुण हंसने लगा और उसे अन्ना ने मोबाइल में कैप्चर कर लिया,

अपलोड करने के तुरंत बाद वायरल हो गया, इससे उन्हें पहचान मिली, अब अरुण लोगों की मदद से पुनः स्कूल जाने लगे हैं, ग्रेजुएट करना चाहते हैं ।
#maharashtra #jaybhim💙 #gujarat

7 months ago | [YT] | 28

Bahujan Editor - બહુજન એડિટર

7 फेब्रुअरी
माता रमाई जन्मदिन 💐💙🌹

8 months ago | [YT] | 101

Bahujan Editor - બહુજન એડિટર

સંત રોહિદાસ બાપા જન્મજયંતિ 💐🙏

8 months ago | [YT] | 76

Bahujan Editor - બહુજન એડિટર

26 જાન્યુઆરી 💐🙏

9 months ago | [YT] | 67

Bahujan Editor - બહુજન એડિટર

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને માતા રમાબાઈ: જીવન અને સંઘર્ષ
ભારતના સામાજિક ઇતિહાસમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને તેમની પત્ની માતા રમાબાઈનું જીવન સંઘર્ષ, ત્યાગ અને અડગ સંકલ્પનું પ્રતીક છે. બંનેએ મળીને અસમાનતા, ગરીબી અને સામાજિક અન્યાય સામે જીવનભર સંઘર્ષ કર્યો.
બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું જીવન
ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુ (મધ્યપ્રદેશ)માં થયો. બાળપણથી જ તેમને જાતિવાદ અને અસ્પૃશ્યતાનો કડવો અનુભવ થયો. શાળામાં પાણી પીવા માટે પણ પરાધીન રહેવું પડતું. છતાં તેઓ અભ્યાસમાં અતિ તેજસ્વી રહ્યા.
ઘોર સંઘર્ષ વચ્ચે તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ જેવી વિશ્વવિખ્યાત સંસ્થાઓમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ ભારતના સંવિધાનના મુખ્ય રચયિતા બન્યા અને દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો આપ્યા. તેમણે દલિત, શોષિત અને વંચિત વર્ગોના અધિકારો માટે જીવનભર લડત આપી.
માતા રમાબાઈ આંબેડકરનું જીવન
માતા રમાબાઈનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. લગ્ન પછી તેમનું જીવન સરળ ન હતું. બાબાસાહેબના અભ્યાસ અને સમાજસેવાના સમયમાં રમાબાઈએ અતિ કઠિન પરિસ્થિતિઓ સહન કરી. ઘર ચલાવવું, સંતાનોની જવાબદારી અને ગરીબી—બધું તેમણે શાંતિ અને સહનશીલતાથી સ્વીકાર્યું.
તેમણે પોતાના બાળકો ગુમાવવાનો દુઃખદ અનુભવ કર્યો, પરંતુ ક્યારેય હિંમત હારી નહીં. બાબાસાહેબના મહાન કાર્ય પાછળ રમાબાઈનો મૌન ત્યાગ અને સમર્પણ મજબૂત આધાર બની રહ્યું. તેઓ સાચા અર્થમાં ત્યાગ અને સંઘર્ષની મૂર્તિ હતા.
સંયુક્ત સંઘર્ષ અને વારસો
બાબાસાહેબ અને માતા રમાબાઈનું જીવન આપણને શીખવે છે કે મહાન પરિવર્તન માટે માત્ર નેતૃત્વ જ નહીં, પરંતુ પરિવારનો ત્યાગ અને સહકાર પણ એટલો જ જરૂરી છે. રમાબાઈ વગર બાબાસાહેબની સફળતા કલ્પનાતીત છે.
ઉપસંહાર
બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને માતા રમાબાઈનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમનો સંઘર્ષ આપણને ન્યાય, સમાનતા અને માનવ ગૌરવ માટે સતત પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે.

9 months ago | [YT] | 117

Bahujan Editor - બહુજન એડિટર

નારી શિક્ષણની પ્રણેતા માતા સાવિત્રીબાઈ ફૂલે જન્મજયંતી નિમિત્તે શત શત નમન 💐💙🙏
ભારતની પહેલી શિક્ષિત નારી – માતા સાવિત્રીબાઈ ફુલેએ
માતા સાવિત્રીબાઈ ફુલેએ ભારતની પહેલી શિક્ષિત નારી તરીકે ઓળખાય છે. તેઓ મહાન સમાજસુધારક, શિક્ષિકા અને સ્ત્રી શિક્ષણની પ્રણેતા હતા. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવમાં થયો હતો.
સાવિત્રીબાઈ ફુલેએ પોતાના પતિ મહાત્મા જ્યોતિબા ફુલેએ સાથે મળીને 1848માં પુણે ખાતે ભારતની પહેલી કન્યાશાળા શરૂ કરી. તે સમયમાં સ્ત્રીઓ માટે શિક્ષણ અશક્ય માનવામાં આવતું, પરંતુ સાવિત્રીબાઈએ અનેક વિરોધો અને અપમાન સહન કરીને પણ શિક્ષણનું કાર્ય ચાલુ રાખ્યું.
તેઓ માત્ર શિક્ષિકા જ નહોતી, પરંતુ કવિ, લેખિકા અને સમાજ સુધારક પણ હતી. તેમણે સ્ત્રીઓ, દલિતો અને પીડિત વર્ગોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યો.

9 months ago | [YT] | 74

Bahujan Editor - બહુજન એડિટર

🔴 લાઈવ તારીખ 1. 1. 2026 રાત્રે 8:30

9 months ago | [YT] | 34