Pradesh24 Gujarati ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ. પ્રખ્યાત પત્રકારો અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અમારી ટીમ, આધુનિક સ્ટુડિયો, વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તથ્ય આધારિત જાણકારી ઝડપથી આપ સુધી પહોંચાડશે.
‘પ્રદેશ24 ગુજરાતી’ સાથે દરેક સમયે, દરેક સ્થળે માહિતીથી સજ્જ રહો.
Pradesh24 Gujarati
AQI in Delhi crosses 600; health at risk! | Pradesh24 Gujarati
દિલ્હીમાં AQI 600 પાર, સ્વાસ્થ્ય પર સંકટ! | Pradesh24 Gujarati
ઝેરી હવાથી દિલ્હીવાસીઓના જીવ પર જોખમા! દિલ્હીની હવા બની સ્વાસ્થ્ય માટે ખતરનાક! પ્રદૂષણનો કહેર, હાર્ટ એટેકનું જોખમ વધ્યું! દિલ્હીમાં શ્વાસ લેવો પણ બન્યો જોખમી!
#delhipollution #delhiaqi #airpollution #delhinews #pradesh24gujarati
14 hours ago | [YT] | 1
View 0 replies
Pradesh24 Gujarati
CM Omar Abdullah married journalist Nidhi Razdan! | Pradesh24 Gujarati
CM ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યાં! | Pradesh24 Gujarati
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વરિષ્ઠ પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યાં છે. ઓમરે સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો શેર કરતાં લખ્યું, 'ગઈકાલથી નવી સફરની શરૂઆત થઈ.' નિધિએ પણ 'ઇટ્સ ડન બ્રો' લખીને પોસ્ટ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં ઓમરના પ્રથમ પત્ની | પાયલ પાયલ સાથે છૂટાછેડા થયા હતા.
#omarabdullah #nidhirazdan #jammukashmir #weddingnews #pradesh24gujarati
4 days ago | [YT] | 3
View 0 replies
Pradesh24 Gujarati
Yash's unique take as Ravana's tenth head! | Pradesh24 Gujarati
રાવણના દસમા મસ્તક તરીકે યશનો અનોખો અંદાજ! | Pradesh24 Gujarati
અભિનેતા યશનો અનોખો લુક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. કાળા બ્લેઝર પર રાવણનાં નવ મસ્તક અને દસમા મસ્તક તરીકે પોતાનું ચહેરું દર્શાવતી સોનાની બ્રોચે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
#yash #rockingstaryash #ravanalook #bollywoodnews #pradesh24gujarati
5 days ago | [YT] | 4
View 0 replies
Pradesh24 Gujarati
A 175-meter-tall tower to be built in Ahmedabad! | Pradesh24 Gujarati
અમદાવાદમાં બનશે 175 મીટર ઊંચો ટાવર! | Pradesh24 Gujarati
અમદાવાદના સિંધુ ભવન રોડ પર ₹570 કરોડના ખર્ચે 'અમદાવાદ સિટી સ્ક્વેર' પ્રોજેક્ટ બનાવવાની યોજના છે. અહીં 175 મીટર ઊંચો આઈકોનિક ટાવર, સ્કાઈ વોક, સ્કાઈ ડેક, રેસ્ટોરન્ટ, કેફે, આર્ટ ગેલેરી અને વિશાળ પાર્કિંગની સુવિધાઓ હશે. AMCએ 25 ઓક્ટોબરે ટેન્ડર બહાર પાડયું છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા 42 મહિનાનો સમય નક્કી કરાયો છે.
#Ahmedabad #ahmedabadcitysquare #gujaratdevelopment #ahmedabadnews #pradesh24gujarati
5 days ago | [YT] | 3
View 0 replies
Pradesh24 Gujarati
Candidates announced for Madhya Pradesh Rajya Sabha by-election
મધ્યપ્રદેશ રાજ્યસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર | Pradesh24 Gujarati
મધ્યપ્રદેશની રાજ્યસભા પેટાચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને ઉમેદવાર જાહેર કર્યા છે. ડૉ. એલ. મુરુગનના રાજીનામાથી ખાલી પડેલી બેઠક માટે 12 નવેમ્બરે મતદાન યોજાશે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પુરીના નામને મંજૂરી આપી છે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર છે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે.
#madhyapradesh #rajyasabhabyelection #bjp #hardeepsinghpuri #pradesh24gujarati
1 week ago | [YT] | 1
View 0 replies
Pradesh24 Gujarati
Major decision by the Central Government ahead of Diwali
દિવાળી પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Pradesh24 Gujarati
દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો મંજૂર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રૂ.10,016 કરોડ ફાળવાયા, જેના કારણે 49 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે.
#centralgovernment #pmnarendramodi #dearnessallowance #dahike #pradesh24gujarati
1 week ago | [YT] | 4
View 0 replies
Pradesh24 Gujarati
Threat of Cyclone 'Arnab'; heavy rain forecast for Andhra Pradesh and Odisha!
ચક્રવાત 'અર્નબ'નું સંકટ, આંધ્રપ્રદેશ-ઓડિશામાં ભારે વરસાદની આગાહી! | Pradesh24 Gujarati
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ઓડિશા સહિત આસપાસના ॥ વિસ્તારોમાં વિસ્તારોમાં ભારે ભારે વરસાદની વરસાદની શક્યતા છે.
#cyclonearnab #cyclonealert #andhrapradesh #odishaweather #pradesh24gujarati
1 week ago | [YT] | 2
View 0 replies
Pradesh24 Gujarati
Major statement by Minister Kunvarji Bavaliya regarding the drought!
દુષ્કાળ મુદ્દે મંત્રી કુંવરજી બાવળીયાનું મોટું નિવેદન! | Pradesh24 Gujarati
રાજ્યમાં જરૂર જણાશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે, તેમ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે. સરકારે આગોતરા આયોજન હેઠળ સર્વે શરૂ કર્યો છે અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
#gujaratnews #drought #kunvarjibavaliya #gujaratgovernment #pradesh24gujarati
1 week ago | [YT] | 3
View 0 replies
Pradesh24 Gujarati
5.0-magnitude earthquake in Afghanistan; panic among people
આફઘાનિસ્તાનમાં 5ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ | Pradesh24 Gujarati
આફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 129 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. હાલ જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
#afghanistanearthquake #earthquake #breakingnews #seismicactivity #pradesh24gujarati
1 week ago | [YT] | 1
View 0 replies
Pradesh24 Gujarati
Major slump in gold and silver futures prices.
સોના-ચાંદીના વાયદા ભાવમાં મોટો કડાકો | Pradesh24 Gujarati
MCX પર સોનાના ભાવમાં ₹2,479 અને ચાંદીમાં ₹8,868નો ઘટાડો નોંધાયો. સોનું ₹1,43,600 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹2,00,300 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતાં બજારમાં ભારે હલચલ જોવા મળી.
#goldprice #silverprice #mcx #marketnews #pradesh24gujarati
📌 વધુ સમાચાર જોવા માટે અમારી સાથે જોડાઓ- @pradesh24gujarati
1 week ago | [YT] | 3
View 0 replies
Load more