SANATANI SATSANG (સનાતની સત્સંગ)

સનાતન સત્સંગ એ એક મહત્વપૂર્ણ અને ઊંડી અસર કરતી આધ્યાત્મિક પરંપરા છે જે સનાતન ધર્મની શ્રદ્ધા અને દ્રષ્ટિને પ્રગટ કરે છે. આ પ્રથાને માત્ર ધાર્મિક ઉજવણી અને ધાર્મિક વિધિઓના સ્વરૂપ તરીકે જ જોવામાં આવતી નથી, પરંતુ તે વ્યક્તિના આત્માના ઊંડાણમાં પહોંચવાનું અને શાંતિ અને આશ્વાસન મેળવવાનું એક સાધન પણ છે.

સત્સંગનો ઉદ્દેશ્ય માત્ર વ્યક્તિગત જ્ઞાન પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પણ પ્રયાસ કરે છે. જ્યારે લોકો આધ્યાત્મિક ચર્ચાઓ અને પ્રથાઓ માટે ભેગા થાય છે, ત્યારે તે સામાજિક એકતા અને સામૂહિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આમ, સત્સંગનો અનુભવ એ માત્ર વ્યક્તિગત લાભ જ નથી પરંતુ સામૂહિક સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે.

આમ, સનાતન સત્સંગ સમર્પિત અને સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે, જેમાં વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ અને સમાજનો ઉત્કર્ષ બંનેનો સમાવેશ થાય છે. આ પરંપરા જીવનના ઊંડાણને સમજવાની અને તેને સાચા અર્થમાં જીવવાની અમૂલ્ય તક પૂરી પાડે છે.


SANATANI SATSANG (સનાતની સત્સંગ)

*શબ્દ પુષ્પો*

નાના મોટા બધા પરમાત્માના ઘાટ છે. પણ આપણને પરમાત્મા દેખાતો નથી, તેનું કારણ અજ્ઞાનતા છે. દેહ દ્રષ્ટિ છે અને દેહ સૃષ્ટિથી પરમાત્મા દેખાશે નહીં. પણ તેના માટે સદગુરૂ દ્વારા કૃપા થયેલ દિવ્ય દ્રષ્ટિથી જ પરમાત્મા દેખાશે. આ આખું વિશ્ર્વ પરમાત્માનું મંદિરની જ છે.
આકાશ તંબુ છે, ધરતી જાજમ છે, આટલું મોટું મંદિર છે તો તેના માટે આપણે મંદિર શું બનાવીએ..? આ આપણી કાયા તે એક મંદિર જ છે. તો આ કાયા રૂપી મંદિરમાં તેના દર્શન કરી લ્યો. ક્યાંય બહાર જવાની જરૂર નથી. જેણે કાયા મંદિરમાં પરમાત્માને ઓળખ્યા છે તેને સર્વેમાં પરમાત્મા ના દર્શન થાય છે.
તો કહેવાનો ભાવાર્થ એટલો છે જ કે સંતો નાં વચન પ્રમાણે આખું વિશ્વ મંદિર હોય તો આપણા બનાવેલ મંદિર માં તેને પધરાવીએ તે શું બરોબર છે..?
વ્યાપક પરમાત્મા શું કેવળ મંદિરમાં જ છે...? શું બીજે ક્યાંય નથી..? બસ આટલું જ સમજવા નું છે....વાલા
જય ગુરુદેવ..............

1 year ago | [YT] | 3