કાંકરી | રામજી અને હનુમાનજી | Kavi Dula Bhaya Kag | Gujarati Poem

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

1,230

34

Genre: Music

License: Standard YouTube license

Family friendly? Yes

Shared January 17, 2026

“કાંકરી” એક પ્રસિદ્ધ ગુજરાતી કવિતા છે, જેમા રામજી અને હનુમાનજીના પ્રસંગ દ્વારા શ્રદ્ધા, શંકા અને તારણનો ગહન સંદેશ મળે છે. કાંકરી કુળ રાવણ તણો નાશ કીધા પછી, એક દી રામને વહેમ આવ્યો; ‘‘મુજ તણા નામથી પથર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો?’’ એ જ વિચારમાં આપ ઉભા થયા, કોઈને નવ પછી સાથ લાવ્યા; સર્વથી છૂપતા છૂપતા રામજી, એકલા ઉદધિને તીર આવ્યા. ચતુર હનુમાનજી બધુંય સમજી ગયા, ચાલીયા શ્રી રઘુનાથ પે’લે; રામનો દાસ એ વેરીના વતનમાં, રામને એકલા કેમ મેલે ? તીર સાગર તણે વીર ઉભા રહ્યા, કોકથી જાણીયે હોય ડરતા; હાથમાં કાંકરી એક લીધી પછી, ચહુ દિશે રામજી નજર કરતા. ચોરના જેમ હનુમાન સંતાઈને, વૃક્ષની ઘટાથી નિરખે છે; ચિત્તમાં કપીને ખુબ વિસ્મય થયું; ‘આ રઘુનાથજી શું કરે છે ?‘ ફેકતાં કાંકરી તુર્ત તળિયે ગઈ, તસગારે જાણીયે હોય લુંટ્યા; રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા. શરમના શેરડા મુખ છૂટ્યા. ચરણમાં જઈ કપી હાથ જોડી કહે : ‘‘નાથજી ! આ મતિ કેમ આવી?’’ હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતા, આપણા બિરદની શરમ ના’વી? તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો, કરી ભૂલ ભારે; તમે તરછોડો તેહને નાથજી ! ‘‘પછી ત્રિલોકમાં કોણ તારે?’’ ✍🏻 Kavi Dula Bhaya Kag 🎙️Vijay Suru (Aapa) #GujaratiPoem #GujaratiShorts #GujaratiPoetry #GujaratiLiterature #RamHanuman #SpiritualGujarati #LifeLessons #IndianPoetry #GujaratiThoughts