અષાઢી બીજ 🌧️ | ગુજરાતી કવિતા #shorts

Watch on YouTube (Embed)

Switch Invidious Instance

Show annotations

229

0

Genre: Music

License: Standard YouTube license

Family friendly? Yes

Shared July 15, 2026

અષાઢી બીજ 🌧️ | ગુજરાતી કવિતા #shorts અષાઢી બીજ... 🌧️🌱 ધરતી પર વરસતો વરસાદ તો સૌને દેખાય છે... પણ... મનમાં વરસતો વિશ્વાસ, સંબંધોમાં ઊગતો સ્નેહ, અને હૃદયમાં જન્મતી કરુણા... એ જ જીવનને સાચે હરિયાળું બનાવે છે. આ અષાઢી બીજે... ચાલો માત્ર ખેતરમાં નહીં, આપણા અંતરમાં પણ આશાનાં બીજ વાવીએ. ❤️ "અષાઢી બીજ" આવી ગઈ છે અષાઢી બીજ, તમે ક્યારે મનમાં વાવશો આશાનાં બીજ? વરસાદ તો દર વર્ષે આવે છે, વિશ્વાસ ક્યારે વરસાવશો? ધરતીને હરિયાળી ગમે છે, જીવનને હરિયાળું ક્યારે બનાવશો? માટી તો વરસાદ પી જશે, મનમાંથી કડવાશ ક્યારે ધોઈ નાખશો? ખેતરોમાં તો અંકુર ફૂટશે, સંબંધોમાં સ્નેહ ક્યારે ઉગાડશો? વાદળ તો આકાશમાં ઘેરાશે, અભિમાનના વાદળ ક્યારે હટાવશો? માટી તો વરસાદથી તરબતર થશે, હૃદયને કરુણાથી ક્યારે તરબતર કરશો? અષાઢી બીજ માત્ર ઋતુનો તહેવાર નથી, એ તો પોતાની અંદર કંઈક નવું સારૂ વાવવાનો દિવસ છે. ✍🏻 &🎙️વિજય સુરૂ (આપા) (આજે આવી ગઈ છે અષાઢી બીજ, તમે ક્યારે વાવશો એકાદ-બે વૃક્ષના બીજ? -અજીત ચાવડા કવિની આ પંક્તિઓ પરથી પ્રેરણા લઈને) #shorts #Gujarati #AshadhiBeej #અષાઢીબીજ #GujaratiPoetry #GujaratiKavita #GujaratiLiterature #Monsoon #Rain #Motivation #Inspiration #GujaratiShorts #VijaySuruAapa #HarHarMahadev #JayGurudev