પંચકોશ વિદ્યાવિકાસ કેન્દ્ર એ આધુનિક શિક્ષણ ની નકારાત્મકતા થી બચવા અને યુગાનુકૂળ ભારતીય શિક્ષણ મેળવવા માટે નો ઉત્તમ વિકલ્પ છે. પંચકોશ વાલીઓ દ્વારા સંચાલિત અને બાળકોના શિક્ષણ અને ભવિષ્ય ને કેન્દ્ર માં રાખી ને કાર્ય કરતી સંસ્થા છે. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓ ને જ્ઞાન અને સંસ્કાર ની સાથે સાથે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વૈદિક ગણિત, વિજ્ઞાન, પ્રકૃતિ શિક્ષણ, આયુર્વેદ, ન્યાય શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, સંગીત કળા (ગાયન, વાદન અને નૃત્ય-કથ્થક), ચિત્રકળા , યોગાભ્યાસ, ઇતિહાસ, ચરિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો, કરાટે, સ્વરક્ષણ વગેરે શીખવવા માં આવે છે. નિર્ભયતા, એકતા, સાહસ, દયા, ક્ષમા, વીરતા, ધૈર્યતા, એકાગ્રતા, નિર્માનતા વગેરે જેવા ગુણો વિકસાવવા માટે ની વાર્તા, રમતો, નાટકો, પુસ્તકો, સ્થળ તથા વ્યક્તિઓ ની મુલાકાતો નું આયોજન કરી બાળકો ને તે ગુણ થી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ ની માહિતી જેવી કે વેદો, ઉપનિષદો, પુરાણો, આયુર્વેદ, યોગ, ઋષિમુનિયો, શાસ્ત્રો, મંદિરો, દેવો, ઈતિહાસ, સંતો, ભક્તો, રાજાઓ, સ્થાપત્યો, ગ્રંથો વગેરે ની રસપ્રદ માહિતી બાળકો ને આપવામાં આવે છે.
Panchkosh Vidhya Vikas Kendra
ફાગણ મહિનામાં ઉજવેલ જન્મદિવસ સંસ્કાર ની એક ઝલક
2 years ago | [YT] | 6
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
મહાશિવરાત્રી નિમિતે બાળકો એ તૈયાર કરેલ રંગોળી
2 years ago | [YT] | 4
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
ઓજસ, નિર્ભય અને આરુની વૃંદ ના બાળકો ને પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્ર તરફ થી 2 ગૌશાળા ની વિઝિટ કરાવવા માં આવી હતી જેમાં બાળકો ને ગાય ના પ્રકાર ની ઓળખ કરાવવામાં આવી. બાળકો એ ભારતીય ગૌ વંશ અને જર્સી ગાય વચ્ચે નો ભેદ પારખ્યો. ગૌશાળા કેવી રીતે ચાલે છે, તેમાંથી ખેતી માટે વર્મી કમ્પોસ્ટ, લિક્વિડ ફર્ટિલાઇઝર (જીવમૃત) અને ગોબર ગેસ કેવી રીતે બનાવી શકાય એ માહિતી મેળવી આ ઉપરાંત દેશી ગાયના છાણમાંથી લાકડા બનાવવાની રીત થી પણ માહિતગાર થયા.
2 years ago | [YT] | 7
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
છાણ અને માટી મિશ્રિત લીપણ કરી તેના ઉપર કોલમ અને દેવઘર ની પેઇન્ટિંગ કરી ને સંપૂર્ણ યજ્ઞશાળા નું પરિસર બાળકો એ તૈયાર કર્યું તેની એક ઝલક
2 years ago | [YT] | 5
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
પંચકોશ વિદ્યા વિકાસ કેન્દ્ર દ્વારા નૂતન નિર્મિત ગુરુકુળ ખાતે લઘુરુદ્ર અને વાસ્તુયજ્ઞ થી એક નવા અધ્યાય ની શરૂઆત...
2 years ago | [YT] | 1
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
કૃષિ વિષય નો પ્રારંભ કરતાં ઓજસ અને નિર્ભય વૃંદ નાં બાળકો
2 years ago | [YT] | 6
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
કોઈ પણ વિષય સાધ્ય ના હોઈ શકે, એ ફક્ત સાધન છે. વિષય નો સાધન સ્વરૂપે ઉપયોગ કરી બાળક તેને વ્યવહારિક રીતે સમજી શકે એ હેતુ થી પંચકોશ માં પાવાગઢ ના નિર્માણ ને હંમેશા મહત્વ આપવામાં આવે છે.
ગણિત અને વિજ્ઞાન ની વિવિધ થિયરી સમજી ને રોપવે નો પ્લાન, સ્ટ્રીટ લાઈટ, વાયરીંગ તથા કૃત્રિમ વરસાદ (જલ ચક્ર) જેવી સુવિધાઓ ને પાવાગઢ માં સ્થાપિત કરવામાં આવી છે. વેસ્ટ માંથી બેસ્ટ સિદ્ધાંત ને ઉજાગર કરવા વિવિધ કલાકૃતિ થી ગ્લોબલ વોર્મિંગ જેવા જટિલ વિષય ને પણ પાવાગઢ ના માધ્યમ થી સરળતા થી બાળકો એ સમજાવેલ છે.
3 years ago | [YT] | 4
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
3 years ago | [YT] | 8
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
3 years ago | [YT] | 10
View 0 replies
Panchkosh Vidhya Vikas Kendra
સૌ પ્રથમ પ્રવેશ માટે આ વિડિઓ ક્લિપ જોશો, જેમાં સંક્ષિપ્ત માહિતી આપેલ છે👉 https://youtu.be/fz36mt3uQWA
મેકોલે અને ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ વિષે વધારે જાણવા માટે ના વિડિઓ👉 bit.ly/eduvideolist
સંસ્થા માં ચાલતી પ્રવૃત્તિઓ ની ઝલક મેળવવા ફેસબુક પેજ જુઓ👉 bit.ly/facebookpvv
પંચકોશ માં પ્રવેશ મેળવવા માટેની આગામી મિટિંગ માં ભાગ લેવા આ ફોર્મ ભરવું👉 bit.ly/pvvinquiry
3 years ago | [YT] | 2
View 0 replies