Panchkosh Vidhya Vikas Kendra

પંચકોશ વિદ્યાવિકાસ કેન્દ્ર એ આધુનિક શિક્ષણ ની નકારાત્મકતા થી બચવા અને યુગાનુકૂળ ભારતીય શિક્ષણ મેળવવા માટે નો ઉત્તમ વિકલ્પ છે. પંચકોશ વાલીઓ દ્વારા સંચાલિત અને બાળકોના શિક્ષણ અને ભવિષ્ય ને કેન્દ્ર માં રાખી ને કાર્ય કરતી સંસ્થા છે. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓ ને જ્ઞાન અને સંસ્કાર ની સાથે સાથે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વૈદિક ગણિત, વિજ્ઞાન, પ્રકૃતિ શિક્ષણ, આયુર્વેદ, ન્યાય શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, સંગીત કળા (ગાયન, વાદન અને નૃત્ય-કથ્થક), ચિત્રકળા , યોગાભ્યાસ, ઇતિહાસ, ચરિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો, કરાટે, સ્વરક્ષણ વગેરે શીખવવા માં આવે છે. નિર્ભયતા, એકતા, સાહસ, દયા, ક્ષમા, વીરતા, ધૈર્યતા, એકાગ્રતા, નિર્માનતા વગેરે જેવા ગુણો વિકસાવવા માટે ની વાર્તા, રમતો, નાટકો, પુસ્તકો, સ્થળ તથા વ્યક્તિઓ ની મુલાકાતો નું આયોજન કરી બાળકો ને તે ગુણ થી સંપૂર્ણ માહિતગાર કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ ની માહિતી જેવી કે વેદો, ઉપનિષદો, પુરાણો, આયુર્વેદ, યોગ, ઋષિમુનિયો, શાસ્ત્રો, મંદિરો, દેવો, ઈતિહાસ, સંતો, ભક્તો, રાજાઓ, સ્થાપત્યો, ગ્રંથો વગેરે ની રસપ્રદ માહિતી બાળકો ને આપવામાં આવે છે.